Home> India
Advertisement
Prev
Next

Rail Roko Abhiyan: કૃષિ કાયદા વિરુદ્ધ આજે ખેડૂતોનું રેલ રોકો આંદોલન, રેલવેએ કરી ખાસ તૈયારી

નવા કૃષિ કાયદા (Farm Laws)  વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest) દિલ્હીના સરહદી વિસ્તારોમાં 84 દિવસથી ચાલુ છે. આ બધા વચ્ચે સંયુક્ત કિસાન મોરચાએ આજે રેલ રોકો (Rail Roko)  આંદોલનની જાહેરાત કરી છે.

Rail Roko Abhiyan: કૃષિ કાયદા વિરુદ્ધ આજે ખેડૂતોનું રેલ રોકો આંદોલન, રેલવેએ કરી ખાસ તૈયારી

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (Farm Laws)  વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest) દિલ્હીના સરહદી વિસ્તારોમાં 84 દિવસથી ચાલુ છે. આ બધા વચ્ચે સંયુક્ત કિસાન મોરચાએ આજે રેલ રોકો (Rail Roko)  આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂતોએ જાહેરાત કરી છે કે રેલ રોકો અભિયામાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. આ બાજુ રેલવેએ પણ ખાસ તૈયારીઓ કરી છે અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સની 20 વધારાની ટુકડી તૈનાત કરી છે. 

fallbacks

અત્રે જણાવવાનું કે કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો (Farmers) અને કેન્દ્ર સરકાર વચ્ચે અત્યાર સુધીમાં 11 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. જો કે સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી કાયદા લાગુ કરવા પર રોક લગાવેલી છે અને સરકારે પણ ખેડૂત યુનિયનોને નવા કૃષિ કાયદા (Farm Laws) ના અમલ પર 18 મહિના સુધી રોક લગાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ આંદોલનકારી ખેડૂત સંગઠનો ત્રણ કાયદા રદ  કરવાની માગણી પર મક્કમ છે. 

Toolkit Case EXCLUSIVE: ષડયંત્રની માસ્ટર માઈન્ડ હતી Nikita Jacob, આ રીતે થઈ Greta Thunberg ની એન્ટ્રી

કાયદાની રીતે અપરાધ છે રેલ રોકો
રેલવે પરિચાલનમાં કોઈ પણ પ્રકારનું વિધ્ન નાખવું એ રેલવે કાયદા હેઠળ કાયદાકીય ગુનો છે અને કાર્યવાહી થઈ શકે છે. રેલવેની કમલ 174 મુજબ ટ્રેક પર બેસીને કે કઈક રાખીને ટ્રેન રોકવા પર બે વર્ષની જેલની સજા કે 2000 રૂપિયાનો દંડ કે પછી બંને સજા થઈ શકે છે. રેલવેના કર્મચારીઓના કામમાં વિધ્ન નાખવા પર કલમ 146 અને 147 હેઠળ છ મહિનાની જેલ કે એક હજાર રૂપિયા દંડ બંનેની જોગવાઈ છે. આ ઉપરાંત જો ટ્રેન પર કોઈ પણ પ્રકારનો સામાન ફેકવામાં આવે કે પાટાને નુકાસન પહોંચાડવામાં આવે તો રેલવે એક્ટની કલમ 150 હેઠળ ઉમરકેદની સજા થઈ શકે છે. 

Farmers Protest: ભાજપે શોધી કાઢ્યો રાકેશ ટિકૈતનો તોડ? અમિત શાહએ બનાવ્યો આ ખાસ પ્લાન

રેલવેએ કરી ખાસ તૈયારીઓ
ખેડૂતોના રેલ રોકો આંદોલનને જોતા રેલવેએ પણ ખાસ તૈયારીઓ કરી છે. દેશભરમાં રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સની 20 વધારાની ટુકડીઓ એટલે કે લગભગ 20 હજાર જવાન તૈનાત કરાયા છે. મુખ્ય ફોકસ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ પર છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More